27 November, 2023 08:15 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
શાનદાર લગ્ન
મેડેલિન બ્રોકવે અને જૅકબ લાગ્રોન એટલાં ફેમસ ન હોય પણ હાલ તેમનાં લગ્નની ઉજવણીએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ અમેરિકન કપલે પોતાનું બધું દાવ પર લગાવી દીધું જેથી તેમનાં લગ્નને વેડિંગ ઑફ ધ સેન્ચુરી કહી શકાય, જેનાથી લોકોને હર્ષ તેમ જ ચિંતા પણ થઈ છે; કારણ કે એમણે આના માટે ઘણા વધુ પૈસા ખર્ચ કર્યા છે. ૨૬ વર્ષની વારસદાર જેને તેના ફૅમિલી કાર બિઝનેસથી માતબર રકમ વારસામાં મળી છે, પૅરિસમાં ઉજવણી દરમિયાન સંપૂર્ણ એક સપ્તાહ સુધી ફૅન્સી કપડાં પહેરે છે; એ ખરેખર તેના લૉન્ગ ટાઇમ પાર્ટનર સાથે એક સુંદર સ્થળે પરણવા માગતી હતી. આ લગ્નના ખર્ચમાં આમંત્રિતોને પ્રાઇવેટ પ્લેનમાં બોલાવવા, ફેમસ પૅલેસમાં રોકાવા, પ્રાઇવેટ કૉન્સર્ટ કરવા અને ઘણાંબધાં ફૅન્સી ફ્લાવરના ખર્ચનો પણ સમાવેશ થાય છે. વિડિયોના કૅપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘પૅરિસનું મોસ્ટ આઇકૉનિક લોકેશન ઑપેરા ગાર્નિયર, જ્યાં મેડેલિન અને જેકબે પોતાની વેલકમ ડિનર પાર્ટી રાખી હતી અને આ આખી ઉજવણી દરમિયાન ઑપેરાના ભવ્ય ઇતિહાસ અને ભૌતિક કળાનો અનુભવ કરાવ્યો હતો.’