PVR આઇનૉક્સનો ગયા વર્ષે માત્ર ખાણીપીણીનો બિઝનેસ ૧૯૦૦ કરોડ રૂપિયાનો

22 May, 2024 09:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

PVR આઇનૉક્સનો F&B બિઝનેસ બૉક્સ-ઑફિસ ટિકિટ સેલ્સની સરખામણીમાં બે ટકા વધી ગયો હતો.

ફૂડ અને બેવરેજિસ

મલ્ટિપ્લેક્સમાં ઘણાને પૉપકૉર્ન અને પેપ્સીના ભાવ સાંભળીને આંચકો લાગી જાય છે. ઘણી વાર એના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં વધારે હોય છે. મોંઘાં ફૂડ અને બેવરેજિસથી થિયેટરના માલિકો કેટલું કમાતા હશે એવો પ્રશ્ન ઘણાને થતો હશે. એક રિપોર્ટમાં આનો જવાબ મળી ગયો છે. મલ્ટિપ્લેક્સ ચેઇન પ્રિયા વિલેજ રોડ-શો (PVR) આઇનૉક્સે ગયા વર્ષે માત્ર ફૂડ અને બેવરેજિસ (F&B) વેચીને ૧૯૫૮.૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. મનીકન્ટ્રોલના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં PVR આઇનૉક્સનો F&B બિઝનેસ બૉક્સ-ઑફિસ ટિકિટ સેલ્સની સરખામણીમાં બે ટકા વધી ગયો હતો. નોંધનીય છે કે ભારતમાં ઘણા દર્શકો પૉપકૉર્નના ભાવની ફરિયાદ કરતા રહે છે. ગયા વર્ષે એક વ્યક્તિનું ટ્વીટ વાઇરલ થયું હતું જેમાં તેણે લખ્યું હતું કે પૉપકૉર્ન સામે તો આખા એક મહિનાનું ઓવર-ધ-ટૉપ (OTT) સબસ્ક્રિપ્શન સસ્તું છે.

offbeat news business news