બજેટને કારણે અમરાવતીમાં જમીનની કિંમતમાં થઈ શકે છે ૫૦ ટકાનો વધારો

27 July, 2024 02:27 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અમરાવતીને આંધ્ર પ્રદેશનું કૅપિટલ બનાવવા માટે બજેટમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

બજેટને કારણે આંધ્ર પ્રદેશના અમરાવતીમાં જમીનની કિંમતમાં ૫૦ ટકાનો વધારો આગામી બે મહિનામાં થઈ શકે છે. અમરાવતીને આંધ્ર પ્રદેશનું કૅપિટલ બનાવવા માટે બજેટમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટ અમરાવતીને ડેવલપ કરવા માટે છે. બજેટ બાદ એક એકર જમીન જે બેથી ત્રણ કરોડ રૂપિયામાં મળતી હતી એના હવે ડબલ થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં થોડા દિવસમાં જમીનના ભાવ ડબલ થઈ ગયા છે અને બાકીના તમામ વિસ્તારોમાં પણ આવતા બે મહિનામાં જમીનની કિંમતમાં ૫૦ ટકા વધારો થશે એવી ચર્ચા છે. અમરાવતીને ડેવલપ કરવા માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. આંધ્ર પ્રદેશની સરકારે અત્યાર સુધી ૯૮૦૦ કરોડ ખર્ચી નાખ્યા છે. કેન્દ્ર સરકારે ૧૫,૦૦૦ કરોડ ફાળવ્યા છે, પણ જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એ જોતાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ રૂપિયાની જરૂર પડી શકે છે. આવતાં પાંચ વર્ષમાં અમરાવતીને કૅપિટલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

offbeat news andhra pradesh union budget life masala nirmala sitharaman