28 November, 2023 11:45 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે લદાખમાં ટૂંક સમયમાં સાઉથ એશિયાની પ્રથમ નાઇટ સ્કાય સૅન્ક્ચ્યુઅરી ઊભી કરવામાં આવશે. બૅન્ગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રો ફિઝિક્સની મદદથી આ સૅન્ક્ચ્યુરી ઊભી કરવામાં આવશે. ઍસ્ટ્રો ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત સરકારના સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ખાતા સાથે સંકળાયેલી સંસ્થા છે. લદાખને યુનિયન ટેરિટરી બનાવવાના ચોથા વર્ષની ઉજવણી નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા લદાખ્સ પ્રાઇડ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરતાં જિતેન્દ્ર સિંહે કહ્યું કે આપણે જ્યારે ચંદ્રયાન ત્રણ અને આદિત્ય એલ વન સોલર મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ડાર્ક સ્કાય નાઇટ રિઝર્વ અવકાશ વિજ્ઞાનમાં રસ ધરાવનારા લોકોની ઉત્સુકતાને સંતોષશે.ડાર્ક સ્કાય નાઇટ રિઝર્વ શરૂ થવાને પગલે ભારતમાં ઍસ્ટ્રો ટૂરિઝમને ઉત્તેજન મળશે. આ રિઝર્વ ૧૦૭૩ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું હશે અને એમાં અત્યાધુનિક ટેલિસ્કોપ તથા અન્ય સાધનો ઉપલબ્ધ હશે.