25 May, 2023 01:02 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
ગ્રીક માઇથોલૉજીના પૌરાણિક પ્રાણી માયનોટોર
ફ્રાન્સના તુલુઝના મોન્ટેડ્રાન જિલ્લાની સ્ટ્રીટ્સમાં લા મશીન સ્ટ્રીટ થિયેટર કંપની દ્વારા ગ્રીક માઇથોલૉજીના પૌરાણિક પ્રાણી માયનોટોરની થીમ પર બનાવવામાં આવેલા ૪૭ ટનના વિશાળ મશીને જબરદસ્ત ઍટ્રૅક્શન ક્રીએટ કર્યું હતું. ૧૯૯૯માં સ્થાપવામાં આવેલી આ કંપની આર્ટિસ્ટ્સ, ટેક્નિશ્યન્સ અને શો ડેકોરેટર્સ વચ્ચેના કોલૅબરેશનથી બની છે અને એ થિયેટ્રિકલ મશીન્સ, પર્મનન્ટ ઇન્સ્ટૉલેશન્સ અને થિયેટ્રિકલ પ્રોડક્શન્સ માટે જાણીતી છે.