26 October, 2024 03:11 PM IST | Kurnool | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોનું મોત ક્યારે, કેવી રીતે અને કેવી સ્થિતિમાં આવે એ કોઈ જાણતું નથી હોતું. આશ્ચર્યચકિત થઈ જવાય એવી મૃત્યુની ઘટનાઓ ઘણી વાર બનતી હોય છે. હૈદરાબાદના કુરનુલ જિલ્લાના એક ગામમાં ૪૩ વર્ષના વેન્કટૈયાનું ઢોસો ગળામાં ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. સુભાષનગર કૉલોનીમાં રહેતા વેન્કટૈયાએ હોટેલમાંથી ઢોસો લઈને ખાવાનું શરૂ કર્યું અને ખાતાં-ખાતાં ઢોસાનો ટુકડો ગળામાં ફસાઈ ગયો. આ કારણે તેનો શ્વાસ રુંધાવા લાગ્યો અને થોડી જ વારમાં તે ત્યાં જ મૃત્યુ પામ્યો. તેણે ઢોસો ખાતાં પહેલાં દારૂ પીધો હોવાનું કહેવાય છે. નશામાં હોવાને કારણે આવું બન્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આકસ્મિક અને માન્યામાં ન આવે એવી રીતે મૃત્યુ પામેલા વેન્કટૈયાની પત્ની અને ત્રણ સંતાનના માથે દુઃખ આવી પડ્યું.