28 March, 2025 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખાઓ કુલ્હડ ઢોકળાં અને પીઓ કમળના પાનમાં કૉફી
કુદરતી અને ઇકો-ફ્રેન્ડ્લી સર્વિંગનો જમાનો આવ્યો છે ત્યારથી કુલ્હડની ડિમાન્ડ વધી ગઈ છે. પહેલાં માત્ર ચા કે મૅગી જ માટીના કુલ્લડમાં વેચાતી હતી, પણ હવે પીત્ઝા પણ મળતા થઈ ગયા છે. જોકે તાજેતરમાં સ્વિગીએ આપણાં ગુજરાતી ખમણ કુલ્હડમાં સર્વ થતાં હોય એવો ફોટો શૅર કર્યો છે. એમાં ખમણ ભરેલા માટીના કુલ્હડથી ચિયર્સ કરતા જોવા મળે છે.
ફૂડ-સર્વિંગની આવી જ એક અનોખી પોસ્ટ ચીનની પણ છે. ચીનની એક કૅફેમાં કમળના પાનમાં કૉફી સર્વ થાય છે. જોકે એની સાથે લોકોને પીવા માટે સ્ટ્રૉ આપવામાં આવે છે. કમળના મોટા પાનમાં ઉપરથી ક્રીમ અને કૉફી રેડીને એમાં અવનવી ડિઝાઇન્સ બનાવવામાં આવે છે. એને નામ અપાયું છે લોટસ લીફ કૉફી. લોકોનું કહેવું છે કે કમળના પાનની નૅચરલ ફ્લેવર કૉફીમાં ઉમેરાય છે જે એનું યુનિક પાસું છે.