એક મિનિટમાં ઝડપથી ફરતા ૫૭ પંખા જીભથી રોકી દીધા, તેલંગણના ક્રા​ન્તિકુમાર પનીકેરાએ કર્યો ચોથો વર્લ્ડ રેકોર્ડ

05 January, 2025 05:49 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ડ્રિલમૅન તરીકે જાણીતા તેલંગણના ક્રા​ન્તિકુમાર પનીકેરાએ ખૂબ ઝડપથી ફરી રહેલા વીજળીના ૫૭ ટેબલ-ફૅનને એક મિનિટમાં તેની જીભથી રોકી દઈને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે

ક્રા​ન્તિકુમાર પનીકેરા

ડ્રિલમૅન તરીકે જાણીતા તેલંગણના ક્રા​ન્તિકુમાર પનીકેરાએ ખૂબ ઝડપથી ફરી રહેલા વીજળીના ૫૭ ટેબલ-ફૅનને એક મિનિટમાં તેની જીભથી રોકી દઈને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. તેણે બીજી જાન્યુઆરીએ આ રેકૉર્ડનો વિડિયો પોસ્ટ કર્યો છે જેને લાખો લોકોએ જોઈ લીધો છે. તેલંગણના સૂર્યપેટમાં રહેતા આ યુવાનના નામે અગાઉના પણ ત્રણ ગિનેસ રેકૉર્ડ નોંધાયેલા છે. 

અગાઉના ત્રણ રેકૉર્ડ

ઇટલીમાં મિલાનમાં આયોજિત કાર્યક્રમમાં ૩૬૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઊકળતા તેલમાં હાથ નાખીને તેણે ચિકનના ૧૭ ટુકડા બહાર કાઢ્યા હતા. અગાઉનો રેકૉર્ડ ૧૨ ટુકડા કાઢવાનો હતો.

આ જ ઇવેન્ટમાં ક્રા​ન્તિએ લોહીનું એક પણ ટીપું કાઢ્યા વિના ૬૦ સેકન્ડમાં તેના નાકમાં ચાર ઇંચની લોખંડની બાવીસ ખીલીઓ ઠોકી હતી અને એક નવો અને અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો. આ પહેલાં નાકમાં ચાર ઇંચની ખીલી ઠોકવાનો કોઈ રેકૉર્ડ નહોતો.

ક્રા​ન્તિએ ગળામાં તલવાર ઉતારીને એના હૅન્ડલ વડે પાંચ મીટર સુધી ૧૬૯૬ કિલોગ્રામનું વજન ખેંચવાનો અગાઉનો રેકૉર્ડ તોડીને ૧૯૪૪ કિલોગ્રામના વાહનને ખેંચીને નવો ગિનેસ રેકૉર્ડ બનાવ્યો હતો.

telangana guinness book of world records national news news offbeat news social media