જાહેર જનતાના પૈસામાંથી ૪.૮૫ અબજ રૂપિયા વધુ મળશે કિંગ ચાર્લ્સને

26 July, 2024 01:55 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ક્રાઉન એસ્ટેટના પ્રૉફિટ્સમાંથી ૧૨ ટકા કિંગ ચાર્લ્સને આપવામાં આવે છે.

કિંગ ચાર્લ્સ

યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સને જાહેર જનતાના પૈસામાંથી ૪.૮૫ અબજ રૂપિયા વધુ ચૂકવવામાં આવશે. તેમની ઍન્યુઅલ ઇન્કમમાં વધારો થયો છે અને એ ૫૦ ટકાથી વધુ છે. રૉયલ ફૅમિલી દ્વારા એસ્ટેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એનો પ્રૉફિટ ૧.૧ બિલ્યન પાઉન્ડ થયો છે. કિંગ ચાર્લ્સને ૨૦૨૪-’૨૫ માટે ૯.૨૮ અબજ આપવામાં આવ્યા છે. જોકે ૪.૮૫ અબજનો એમાં વધારો થયો હોવાથી ૧૪.૨૪ અબજ રૂપિયા આપવામાં આવશે. ક્રાઉન એસ્ટેટના પ્રૉફિટ્સમાંથી ૧૨ ટકા કિંગ ચાર્લ્સને આપવામાં આવે છે. એ પૈસાનો ઉપયોગ તેઓ બકિંગઘમ પૅલેસના રિનોવેશન પાછળ ખર્ચવાના છે. ક્રાઉન એસ્ટેટ એટલે કે રૉયલ ફૅમિલીની પ્રૉપર્ટીમાં ઘણાં ફાર્મ છે તેમ જ તેમની જમીન રેસિડેન્શિયલ અને કમર્શિયલ ઉપયોગ માટે લીઝ પર પણ આપી છે. આ સાથે જ તેમની પ્રૉપર્ટીમાં જંગલો, નદીઓ અને ક્વોરી તથા કોસ્ટલાઇન્સ પણ છે અને એ દરેકમાંથી તેમને ઘણા પૈસા મળે છે.

united kingdom international news world news life masala