કેરલાના યુવાને બે બિસ્કિટ જેટલા વજનનું વૉશિંગ મશીન બનાવીને ગિનેસ રેકૉર્ડ કર્યો

16 October, 2024 04:12 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

સાજીએ ટચૂકડું વૉશિંગ મશીન બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેણે ૧૯ એપ્રિલે વૉશિંગ મશીનનો પ્રયોગ બતાવ્યો હતો. ગિનેસ રેકૉર્ડ કરવા માટે નાનકડું વૉશિંગ મશીન ડિઝાઇન કરીને એને ઍસેમ્બલ કરવાનું હતું

ટચૂકડું વૉશિંગ મશીન

કેરલાના યુવાન સેબિન સાજીએ મુઠ્ઠીમાં સમાઈ જાય એટલું નાનકડું વૉશિંગ મશીન બનાવ્યું છે. 32.5X33.6X38.7 મિલીમીટરનું વૉશિંગ મશીન બે બિસ્કિટના વજન જેટલું ૨૫ ગ્રામ જ છે. આ મશીન રમકડું નથી, એમાં કપડાં ધોવાય પણ છે. સાજીએ ટચૂકડું વૉશિંગ મશીન બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેણે ૧૯ એપ્રિલે વૉશિંગ મશીનનો પ્રયોગ બતાવ્યો હતો. ગિનેસ રેકૉર્ડ કરવા માટે નાનકડું વૉશિંગ મશીન ડિઝાઇન કરીને એને ઍસેમ્બલ કરવાનું હતું અને પછી એ મશીન કપડાં ધોઈ શકે છે, સ્પિન કરી શકે છે કે નહીં એ પણ બતાવવાનું હતું. સેબિને મશીનમાં એક ચપટી વૉશિંગ પાઉડર અને પાણી નાખીને બંધ કર્યું અને મશીન ચાલુ કર્યું હતું.

kerala guinness book of world records machine national news offbeat news