29 March, 2025 12:23 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેરલાના કાસરગોડમાં ૪૫ વર્ષનો એક માણસ દારૂના નશામાં ટલ્લી થઈને રોડના કિનારે પડી ગયો. દારૂના નશામાં તેને જરાય ભાન નહોતું રહ્યું ત્યારે રસ્તે રખડતા કેટલાક અવળચંડા પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ કરી. તેમણે નટ બોલ્ટ ફિટ કરીને પેનિસના ભાગને બાંધી દીધો. યુવાનોએ તેના પૈલા દારૂડિયાને ભાન આવ્યું અને ઊભો થઈને ઘરે જવા ગયો ત્યારે અચાનક જ તેને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો ઊપડ્યો. ખૂબ દારૂ પીધો હોવાથી તેને યુરિન પાસ કરવાની ઇચ્છા થઈ, પણ એનાથી તો અસહ્ય બળતરા ઊપડી. તેણે કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. બે દિવસ સુધી અસહ્ય પીડા ભોગવ્યા પછી ભાઈ ઘરે જઈને નટ-બોલ્ટ હોસ્પિટલ ગયા. ત્યાં સુધીમાં પ્રાઇવેટ પાર્ટ સૂજી જવાથી હાલત ઔર વણસી ગઈ હતી. ડોક્ટરોએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ બોલ્ટ કાઢવા માટે એને કાપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આખરે ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરોએ દરદીને ઍનેસ્થેસિયા આપીને બેહોશ કર્યો અને ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટના પાંચ નિષ્ણાતોએ મળીને બોલ્ટને કાપવાનું શરૂ કર્યું. ભારે મશીનો વાપરી શકાય એમ નહોતાં, કેમ કે જો સહેજ ચૂક થાય તો દરદીનું અંગ નકામું થઈ જાય એમ હતું. ધાતુ કાપવાના મશીનને કારણે આગની ચિનગારીઓ નીકળતી હતી એટલે સાથે-સાથે પાણી પણ રેડવામાં આવતું હતું જેથી ચામડી દાઝી જાય નહીં. લગભગ કલાકની મહેનત પછી બોલ્ટ કાપવામાં સફળતા મળી હતી.