23 March, 2023 11:53 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
વ્હીલચૅરનું વિશાળ જીપીએસ ડ્રૉઇંગ
ચાલી ન શકતા કેરલાના એક કલાકારે વ્હીલચૅરનું સૌથી મોટું જીપીએસ ડ્રૉઇંગ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે ઇન્સ્ટાગ્રામ પર આ પરાક્રમનો વિડિયો શૅર કર્યો છે, જેમાં સુજિત વર્ગીઝ વ્હીલચૅરના આકારનું જીપીએસ ડ્રૉઇંગ બનાવવા માટે બુર્જ ખલીફા અને દુબઈ મૉલ પાસેથી પસાર થતો જોવા મળે છે. ડ્રૉઇંગ ૮.૭૧ કિલોમીટરનું અતર આવરી લે અને એને પૂર્ણ કરવામાં તેને ૨૪ કલાકથી વધુ સમય લાગ્યો હતો. વર્ગીઝ ૨૦૧૩માં એક બાઇક-ઍક્સિડન્ટ બાદ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. કલાના શોખને પૂર્ણ કરવા તે જીપીએસ ડ્રૉઇંગ તરફ વળ્યો હતો. વર્ગીઝે દુબઈ પોલીસનો તેમણે આપેલા સમર્થન બદલ આભાર માન્યો હતો. વર્ગીઝે કહ્યું કે મારે એક એવું ચિત્ર દોરવું હતું જેને લોકો ભાષાની સરહદ વગર પણ સમજી શકે. અમે આ સંદેશો દુબઈથી મોકલ્યો છે.