કર્ણાટકમાં પ્રવાસીઓને સાચો રસ્તો દેખાડવા સાઇનબોર્ડ મુકાયું, ‘ગૂગલ-મૅપ ખોટો છે’

19 March, 2024 09:08 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

આ ફોટો જોઈને એક યુઝરે પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે હિલ સ્ટેશનની મુલાકાત લો ત્યારે નેવિગેશન પર ક્યારેય ભરોસો ન કરવો

સાઇનબોર્ડની તસવીર

ગૂગલ-મૅપ દર વખતે તમને નિર્ધારિત ડેસ્ટિનેશન પર નથી પહોંચાડતો એ ઘણા કિસ્સામાં સાબિત થઈ ચૂક્યું છે. આઉટડેટેડ ડેટા, જીપીએસ અને કનેક્ટિવિટી ઇશ્યુ કે ટેક્નિકલ ગ્લીચને કારણે મૅપ ગેરમાર્ગે દોરી શકે છે. કર્ણાટકના કોડાગુ જિલ્લામાં સ્થાનિક લોકોએ ગૂગલ નેવિગેશનની ભૂલ વિશે પ્રવાસીઓને વાકેફ કરવા એક સાઇનબોર્ડ લગાવ્યું છે. બોર્ડમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ખોટું છે. આ રસ્તો ક્લબ મહિન્દ્ર રિસૉર્ટ તરફ નથી જતો. સોશ્યલ મીડિયા પર આ ફોટો જોઈને એક યુઝરે પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે હિલ સ્ટેશનની મુલાકાત લો ત્યારે નેવિગેશન પર ક્યારેય ભરોસો ન કરવો. એના કરતાં કોઈ સ્થાનિક વ્યક્તિને પૂછી લેવું સારું!

offbeat videos offbeat news karnataka google