મનાઈ કર્યા છતાં વૉટરફૉલમાં ધુબાકા મારવા નીકળેલા લોકોનાં કપડાં પોલીસે જપ્ત કરી લીધાં

15 July, 2024 12:07 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા ઍક્સ પર આ ઘટના માટે લોકોએ કર્ણાટક પોલીસની પીઠ થાબડી હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

જેમ ગોપીઓને ચીડવવા માટે નટખટ કાનુડાએ નાહતી ગોપીઓનાં કપડાં ચોરી લીધેલાં એવું જ કંઈક કર્ણાટક પોલીસે નિયમો ન માનનારા સહેલાણીઓ સાથે કર્યું. ચિકમગલુર પાસેના એક નયનરમ્ય વૉટરફૉલ પાસે એક હદથી વધુ અંદર જવા પર પ્રતિબંધ છે છતાં કેટલાક મિત્રોનું ગ્રુપ વૉર્નિંગ-સાઇન પાર કરીને ધોધની નજીક જતું રહ્યું હતું. પોલીસે ત્યાં આવીને લોકોને ત્યાંથી વૉર્નિંગ આપીને નીકળી જવા સમજાવ્યું, પણ મિત્રો ટસના મસ ન થયા એટલે પોલીસે ખડક પર પડેલાં તેમનાં કોરાં કપડાંનો ઢગલો ઉપાડ્યો અને પોતાની જીપમાં મૂકી દીધો. બસ, એ પછી તરત એ યુવક-યુવતીઓ બહાર દોડી આવ્યાં અને કપડાં પાછાં આપવા માટે વિનવણી કરવા લાગ્યાં. સોશ્યલ મીડિયા ઍક્સ પર આ ઘટના માટે લોકોએ કર્ણાટક પોલીસની પીઠ થાબડી હતી.

offbeat news karnataka Crime News