11 May, 2024 01:58 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
કાળાં મરીનો સ્પ્રે
પેપર સ્પ્રે એટલે કે કાળાં મરીનો સ્પ્રે એક જોખમી હથિયાર છે અને એનો ઉપયોગ પ્રાઇવેટ ડિફેન્સમાં ન થઈ શકે એવું કર્ણાટકની હાઈ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે એક પ્રાઇવેટ કંપનીના માલિક અને તેમનાં પત્ની સામેનો ક્રિમિનલ કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ કપલે જણાવ્યું હતું કે તેમણે સેલ્ફ-ડિફેન્સમાં સિક્યૉરિટી ગાર્ડ પર પેપર સ્પ્રે વડે હુમલો કર્યો હતો. આ ઘટના બૅન્ગલોરમાં બની હતી જ્યાં એક શોરૂમના સિક્યૉરિટી ગાર્ડ સાથે ઝઘડો થતાં મહિલાએ પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો જીવને જોખમ ન હોય તો પેપર સ્પ્રેનો ઉપયોગ ન કરવો જોઈએ. હાઈ કોર્ટે અમેરિકાનો હવાલો આપ્યો હતો જ્યાં આવાં કેમિકલ હથિયારને હાનિકારક માનવામાં આવે છે.