05 November, 2024 02:44 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
૧૦ વર્ષનો આર્યન ચક્રવર્તી
કાનપુરમાં કેટલાંક બાળકો સૂતળી-બૉમ્બનો અવાજ વધુ મોટો આવે એ માટે જાતજાતના અખતરા કરતા હતા. એવામાં એક જણે બૉમ્બ પર સ્ટીલનો ગ્લાસ રાખી દીધો. આ બૉમ્બ જેવો ફાટ્યો એની સાથે સ્ટીલના ગ્લાસના ટુકડા થઈ ગયા. એમાંથી એક ટુકડો પાસે ઊભેલા ૧૦ વર્ષના આર્યન ચક્રવર્તીના ગળામાં ઘૂસી ગયો અને વધુ પડતું લોહી વહેવાથી તેનું મૃત્યુ થઈ ગયું. શરૂઆતમાં તો કોઈ મુસ્લિમ છોકરાએ લડાઈ કરીને બાળકનું ગળું ચીરી નાખ્યું હોવાનો આરોપ બાળકોએ જ કર્યો હતો, પણ પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ હત્યા નહીં, હાદસો હતો.