27 September, 2024 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંજલિ અરોરાની નવી રિલ (તસવીર: સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રોજે હજારો રિલ્સ (Kacha Badam Girl Anjali Arora) વાયરલ થતાં જ હોય છે. ખાસ કરીને છોકરીઓના કોઈ ગીત પર ડાન્સ કરવાના વીડિયો. ગીત પર ડાન્સ કરવાના વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક છોકરી ખૂબ જ ફેમસ થઈ હતી. ‘કચા બદામ’ આ પર રીલ બનાવીને ફેમસ થયેલી અંજલી અરોરા આજે તેના મારફત કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. અંજલિ અરોરા `કચા બદામ` પર રીલ બનાવીને એટલી ફેમસ થઈ ગઈ કે હવે તેણે વીડિયો મ્યુઝિક આલ્બમ પણ બનાવવાનું શરૂ કરી દીધું છે.
અંજલિ ઘણા (Kacha Badam Girl Anjali Arora) વીડિયો મ્યુઝિક આલ્બમમાં જોવા મળી છે. અંજલિની લોકપ્રિયતાને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે તે દિવસ દૂર નથી જ્યારે તે પણ બૉલિવૂડમાં એન્ટ્રી કરશે. ઇન્સ્ટાગ્રામ પર હાલમાં અંજલીને 10 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અંજલિને રીલ પર દરરોજ લાખો લાઈક્સ મળે કરી રહી છે. અંજલિએ હાલમાં જ તેની બીજી રીલ શૅર કરી છે, જેમાં તે સિઝલિંગ સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. હવે આ વીડિયો માટે પ્રેમ મળવાની સાથે અંજલિ પણ ટ્રોલ થઈ રહી છે.
અંજલિના આ વીડિયોને થોડી જ વારમાં આઠ લાખ લાઈક્સ (Kacha Badam Girl Anjali Arora) પહોંચી ગયા છે અને તેને 21 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં અંજલિ ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં`ના ફેમસ ગીત `અખિયો સે ગોલી મારે` પર ડાન્સ મૂવ્સ વડે પોતાની અદા બતાવી રહી છે. આ વીડિયોમાં અંજલિએ ડેનિમ શોર્ટ્સ પર સફેદ શર્ટ પહેર્યું છે. અંજલિ અરોરા ફરી એકવાર પોતાની જૂની સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે. અંજલિનો ડાન્સ જોઈને તેના ચાહકોની હાર્ટ બીટ ફાસ્ટ થઈ ગઈ છે તેમ જ ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ વીડિયો તેના ચાહકો વચ્ચે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અંજલી અરોરાના વીડિયોને લાખો લાઈક્સ મળી હોવા છતાં પણ તે સોશિયલ મીડિયા (Kacha Badam Girl Anjali Arora) પર તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. અંજલિ અરોરાના આ ડાન્સ વીડિયો પર એક યુઝરે લખ્યું છે, `મજા નથી`. અન્ય એક યૂઝરે લખ્યું કે, `જો હું કંઈ કહીશ તો વિવાદ થશે`. અન્ય યુઝરે લખ્યું, `તૌબા તૌબા...મૂડ બગડ્યો`. હવે અંજલિ અરોરા તેના વીડિયો પર આ રીતે ટ્રોલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર અંજલિ અરોરાને 13.2 મિલિયન ફેન્સ ફોલો કરે છે.