૧૩ લાખ રૂપિયાના ડૉગીના કૉસ્ચ્યુમમાં રહેતા ભાઈને તેના જેવો બીજો ડૉગી-દોસ્ત મળી ગયો

30 July, 2024 02:44 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

આ વિડિયોમાં તે હ્યુમન ડૉગ સાથે ટગ ઑફ વૉર પણ રમ્યો અને ડાન્સ પણ કર્યો છે.

ડૉગીના કૉસ્ચ્યુમમાં રહેતા ભાઈને તેના જેવો બીજો ડૉગી-દોસ્ત મળી ગયો

જપાનનો ટોકો નામનો ડૉગ જેવો માણસ થોડા વખત પહેલાં સમાચારમાં ચમક્યો હતો. છાશવારે ડૉગનો કૉસ્ચ્યુમ પહેરીને બિન્દાસ ફરવા નીકળી પડતા ટોકોને આ વખતે નવો ડૉગ-દોસ્ત મળ્યો છે. આ ડૉગ પણ તેના જેવો જ માણસ છે. સોશ્યલ મીડિયા પર તેણે નવા હસ્કી ડૉગ સાથે ખરેખર શ્વાન જેવી જ પાગલ હરકતો કરી છે. આ વિડિયોમાં તે હ્યુમન ડૉગ સાથે ટગ ઑફ વૉર પણ રમ્યો અને ડાન્સ પણ કર્યો છે. શ્વાન બનીને ફરવું એ તેનું ડ્રીમ છે અને હવે તો તેને પોતાના જેવો જ બીજો શ્વાન પણ રમવા માટે મળી ગયો છે.

japan social media offbeat news international news tokyo