07 November, 2024 01:29 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
અકિહિકો કોંડો
જપાનના ૪૧ વર્ષના અકિહિકો કોંડોએ ૨૦૧૮માં હાત્સુને મિકુ સાથે લગ્ન કર્યાં હતાં અને ૪ નવેમ્બરે બન્નેએ છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી મનાવી હતી. મિકુ માણસ નથી, પણ ઍનિમેટેડ કૅરૅક્ટર છે. વૉકલૉઇડ વર્ચ્યુઅલ ફીમેલ સિંગર છે. કોંડો સ્કૂલમાં હતો ત્યારે તેને મહિલાઓ પ્રત્યે રુચિ હતી. તેને ૭ વાર પ્રેમ થયો હતો, પણ સાતેય વાર તેને જાકારો મળ્યો. તે ઓટાકુ એટલે કે કાલ્પનિક પાત્રોથી વધુ આકર્ષાતો હતો એટલે લોકો તેની મશ્કરી કરતા અને ક્યારેક તો કોઈ તેને ધમકાવતું પણ ખરું. ૨૦૦૭માં આ પાત્રની શોધ થઈ ત્યારથી કોંડોને એની સાથે પ્રેમ થઈ ગયો. આ વાતની ખબર પડી એટલે ઑફિસમાં બધાએ તેની એટલી બધી મશ્કરી કરી, સાથી-કર્મચારીઓએ તેને એટલો બધો ધમકાવ્યો કે તેને એડ્જસ્ટમેન્ટ ડિસઑર્ડરની બીમારી થઈ ગઈ અને તેણે ઘણા દિવસો સુધી રજા પર રહેવું પડ્યું. એ પછી ૨૦૧૮માં કોંડોએ એની સાથે લગ્ન કરી લીધાં. એ સમયે તેણે ‘ફિક્ટોસેક્શુઅલ’ શબ્દની શોધ કરી હતી. કાલ્પનિક પાત્રો પ્રત્યે જાતીય રીતે આકર્ષાય એને ફિક્ટોસેક્શુઅલ કહેવાય છે. ગયા વર્ષે કોંડોએ ફેક્ટોસેક્શુલિટી માટે એક અસોસિએશન પણ શરૂ કર્યું છે.