27 August, 2024 12:54 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર લોકો વ્યક્તિગત મંતવ્યો અને વિચારો મૂક્તા હોય છે પરંતુ ક્યારેક કોઈ મુદ્દે લોકોને ખોટું લાગી જાય છે અને પોસ્ટ કરનારના માથે માછલાં ધોવાતાં હોય છે. આમાં ને ઞામાં જપાનની એક યુવતીએ નોકરી ગુમાવવી પડી છે. જપાનની ૯ વર્ષની યુરી કાવાગુચીએ સોશ્યલ મીડિયા પર પુરુષોના પરસેવાથી કેલી પડતી હોવાની પોસ્ટ મૂકી હતી. તેણે લખ્યું હતું કે `પુરુષોમાંથી પરસેવાની ગંદી વાસ આવે છે. ઉનાળામાં તો બહુ ગંદી વાસ આવે છે. તેમની સાથે કામ કરવામાં અને આસપાસ ભટકવામાં ખૂબ મુશ્કેલી પડે છે.’ એ પોસ્ટ વાઇલ થતાં લોકો યુરી પર તૂટી પડ્યા. લોકોએ તેને ટ્રોલ કરી. ભારે વગોવણી પછી યુરીએ પોસ્ટ ડિલીટ કરવી પડી. જોકે હોબાળો મચી જતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવી પડી હતી.