કસ્ટમર્સ સામે કર્મચારીઓ પૂરતું હસે છે કે નહીં એ માપી આપતી AI સ્ટાન્ડર્ડ સિસ્ટમ શરૂ કરી જૅપનીઝ કંપનીએ

24 July, 2024 02:53 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

કંપનીએ કર્મચારીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તમે હસતા રહેશો તો જ કસ્ટમર્સ જાળવી શકશો અને તો જ તમારી જૉબ પણ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)

જપાનની કેટલીક કંપનીઓ કર્મચારીઓના પ્રોફેશનલ અપ્રોચને લઈને એટલી ગંભીર છે કે ન પૂછો વાત. AEON નામની જૅપનીઝ સુપરમાર્કેટ ચેઇનના કર્મચારીઓ રોજ કેટલું હસતું મોઢું રાખે છે એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમ દ્વારા માપે છે. કંપનીએ કર્મચારીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તમે હસતા રહેશો તો જ કસ્ટમર્સ જાળવી શકશો અને તો જ તમારી જૉબ પણ. AIનાં વિશ્વભરમાં ૨૫૦થી વધુ આઉટલેટ્સ છે, પણ અત્યારે ૮ આઉટલેટ્સના ૩૫૦૦ કર્મચારીઓ પર આ પ્રયોગ થયો છે અને તેમને હસતું મોઢું રાખવાનું કહેવામાં આવ્યું છે. પહેલી જુલાઈથી આઠ આઉટલેટ પર આ સિસ્ટમ બેસાડવામાં આવી છે જે રોજ કર્મચારી કેટલા કલાક સ્માઇલિંગ ફેસ સાથે કામ કરે છે એ નોંધે છે. આ સિસ્ટમમાં ચહેરાના હાવભાવ, અવાજનો ટોન જેવાં લગભગ ૪૦૦ પ્રકારનાં એલિમેન્ટ્સ માપે છે. જોકે એને કારણે હવે કર્મચારીઓના સ્વાસ્થ્ય પર કરવામાં આવતા આવા દબાણ બાબતે ડિબેટ શરૂ થઈ ગઈ છે. 

japan ai artificial intelligence technology news tech news international news