30 April, 2019 09:24 AM IST | ટોક્યો
જાપાનની અનોખી પરંપરા
જપાનમાં ૪૦૦ વર્ષ જૂના નાકિઝુમો ફેસ્ટિવલમાં બાળકોને રડાવવામાં આવે છે. એક વર્ષથી નાની વયનાં બાળકોને સુમો રેસલરના હાથમાં સોંપી દેવામાં આવે છે અને બળિયાઓ બાળકોને રડાવે છે. ટોક્યોના સેન્સોજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ૨૦૧૮માં જન્મેલાં ૧૬૦ બાળકોએ ભાગ લીધો હતો. એવી માન્યતા છે કે જે બાળકો સુમો રેસલરના હાથમાં ખૂબ રડે તે મોટો થઈને સુખસમૃદ્ધિ પામે છે. જોકે આ માન્યતાને હવે સ્પર્ધાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અવેન્જર્સ : એન્ડગેમ જોતાં-જોતાં યુવતી એટલું રડી કે દાખલ કરવી પડી
જે બાળક સુમો રેસલર પાસે સૌથી મોટો ભેંકડો તાણે તે જીતે. આ માટે રેસલિંગ રિંગમાં બે પરંપરાગત ડ્રેસ પહેરેલા સુમો બાળકો સાથે ઊભા રહે છે અને ‘નાકી નાકી’ બોલે છે. જૅપનીઝમાં નાકી એટલે રડવું. બન્નેમાંથી કોના હાથમાંનું બાળક વધુ રડે છ, પહેલાં રડે છે અને કેટલું લાંબું રડે છે એની સ્પર્ધા યોજાય છે. જોકે કેટલાંક બાળકો રડવાને બદલે સ્માઇલ રેલાવતાં પણ દેખાય છે.