૩.૧૫ કરોડથી વધુમાં વેચાશે નંબર-પ્લેટ

28 November, 2023 11:08 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આઇકૉનિક નંબર-પ્લેટ (એયુ ૧), જે જેમ્સ બૉન્ડના વિલનની કાર માટે વાપરવામાં આવી હતી એને ૩,૦૦,૦૦૦ પાઉન્ડ એટલે કે ૩.૧૫ કરોડ રૂપિયા આસપાસ વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઍ યૂ ૧ નંબર પ્લેટ

સામાન્ય રીતે જેમ્સ બૉન્ડ મૂવીઝ એનાં ગૅજેટ્સ, ગન, કાર અને આઇકૉનિક નંબર ૦૦૭ માટે ખૂબ જાણીતી છે. હવે આઇકૉનિક નંબર-પ્લેટ (એયુ ૧), જે જેમ્સ બૉન્ડના વિલનની કાર માટે વાપરવામાં આવી હતી એને ૩,૦૦,૦૦૦ પાઉન્ડ એટલે કે ૩.૧૫ કરોડ રૂપિયા આસપાસ વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૦૦૭ આર્ક નેમેસ સંસ્થા દ્વારા વાપરવામાં આવતી લાઇસન્સ પ્લેટ પ્રાઇમો રજિસ્ટ્રેશન દ્વારા માર્કેટિંગ કરવામાં આવ્યું. એયુ ૧ રજિસ્ટ્રેશન જે ગોલ્ડ પ્લેટેડ રોલ્સ-રૉયસ ફૅન્ટમ 3 પર લગાવવામાં આવી હતી એને ઑરિક ગોલ્ડફિંગર દ્વારા ૧૯૬૪માં ચલાવવામાં આવતી હતી જેથી તેના નામ પરથી આ પ્લેટ ઓળખાઈ હતી. ગેર્ટ ફ્રોબ દ્વારા ભજવાયેલું ગોલ્ડફિંગરનું પાત્ર સિનેમા હિસ્ટરીમાં ખૂબ જ ખ્યાતનામ સુપરવિલન હતો. ​ફિલ્મોમાં એ પોતાના રાક્ષસી પ્લાન બનાવે છે, ઑપરેશન ગ્રૅન્ડ સ્લૅમ કરીકે પણ જાણીતો છે જે સોવિયેત ઇન્ટેલિજન્સ એજન્ટ સ્મેર્સને ફાઇનૅન્સ કરવા કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે. નંબર-પ્લેટ આ પાત્રના પ્રથમ નામનો સંદર્ભ છે, જેનો ‘સોનામાંથી ઊતરી આવેલી વસ્તુ’ એવો અર્થ થાય છે.

james bond hollywood news offbeat news social media