પોતાની સાથે જ લગ્ન કરનારી યુવતીએ આત્મહત્યા કરી લીધી

01 October, 2024 05:14 PM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

ઇસ્તંબુલની ૨૬ વર્ષની પ્રખ્યાત ટિટૉક-સ્ટાર કુબા અયફૂટે પોતાની સાથે લગ્ન કર્યાં હતાં. એ વખતે તો તેણે વેડિંગ વિધાઉટ અ ગ્રુમ` નામે વિડિયોની સિરીઝ શરૂ કરીને બહુ નામના મેળવી હતી.

ટિટૉક-સ્ટાર કુબા અયફૂટ

 હજી ૨૦૨૩માં જ ઇસ્તંબુલની ૨૬ વર્ષની પ્રખ્યાત ટિટૉક-સ્ટાર કુબા અયફૂટે પોતાની સાથે લગ્ન કર્યાં હતાં. એ વખતે તો તેણે વેડિંગ વિધાઉટ અ ગ્રુમ` નામે વિડિયોની સિરીઝ શરૂ કરીને બહુ નામના મેળવી હતી. કુબાના ટિકટોક પર ૧૦ લાખ અને ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ ફોલોઅર્સ માટે ૨૩ સપ્ટેમ્બરે આઘાતજનક ઘટના બની છે. સુલતાનબેલી જિલ્લાના એક લક્ઝરી અપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડીને કુન્ના કાની દુનિયા છોડી ગઈ છે. જોકે આને અકસ્માત નહીં, પણ આત્મહત્યા ગણાવાઈ રહી છે. કારણ કે પોલીસને તેના ઘરમાંથી એક સુસાઇડ-નોટ મળી છે. મૃત્યુના થોડા કલાક પહેલાં પણ કુબાએ સૌશ્યલ મીડિયામાં વજન વધારવાના સંઘર્ષ વિશે વ્યથા ઠાલવતો પત્ર મુક્યો હતો. તેણે લખ્યું હતું કે મેં બહુ પ્રયત્ન કર્યો, પણ મારું વજન નથી વધતું. રોજ એક કિલો વજન ઘટી રહ્યું છે. હું શું કરું, મને સમજાતું નથી. મારે તાત્કાલિક વજન વધારવું છે.” આત્મહત્યા કર્યાની થોડા સમય પહેલાં તેકો ઘરની સાફસફાઈ કરતી હોય એવો વિડિયો ટિક્ટોક પર મૂક્યો હતો. 

tiktok suicide social media viral videos offbeat news international news