ઇસરોએ અવકાશમાં મોકલેલાં ચોળાનાં બીજમાં અંકુર ફૂટ્યાં, બહુ જલદી આવશે એના પર પાન

07 January, 2025 02:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતનાં અંતરિક્ષ અભિયાનોમાં વધુ એક ઉપલબ્ધિ જોડાવા જઈ રહી છે. એક અનોખા પ્રયોગમાં ઇસરોએ અવકાશમાં લોબિયા જેને આપણે ચોળા તરીકે ઓળખીએ છીએ એનાં બીજ મોકલ્યાં હતાં

અંતરીક્ષમાં જીવનનું અંકુરણ! બહુ જલદી જ પત્તાં ઊગવાની આશા છે.

ભારતનાં અંતરિક્ષ અભિયાનોમાં વધુ એક ઉપલબ્ધિ જોડાવા જઈ રહી છે. એક અનોખા પ્રયોગમાં ઇસરોએ અવકાશમાં લોબિયા જેને આપણે ચોળા તરીકે ઓળખીએ છીએ એનાં બીજ મોકલ્યાં હતાં. ચાર જ દિવસમાં એ બીજ અંકુરિત થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રયોગને એક ખાસ રિસર્ચનો ભાગ બનાવાયો છે. ઇસરોએ ટ્વીટ કરીને લખ્યું છે, ‘અંતરીક્ષમાં જીવનનું અંકુરણ! બહુ જલદી જ પત્તાં ઊગવાની આશા છે.’

isro indian space research organisation news national news offbeat news