19 February, 2023 07:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક વેડિંગનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હનની મમ્મી મૅરેજના દિવસે દુલ્હાના મોઢામાં સિગારેટ મૂકે છે. એ પછી દુલ્હનનો ફાધર એને સળગાવવા માટે એની પાસે સળગેલી દીવાસળી રાખે છે, પરંતુ તેઓ સિગારેટ સળગાવતા નથી. દુલ્હો તરત એ સિગારેટ પાછી આપી દે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉગર જુહી પટેલ દ્વારા શૅર કરવામાં આવ્યો છે, જેને ૫૭ લાખ વ્યૂઝ મળ્યા છે.
આ વિડિયો સાથે કૅપ્શન લખવામાં આવી હતી, ‘જસ્ટ, એક નવી વેડિંગ ટ્રેડિશન જોઈ, જેમાં સાસુ દુલ્હાનું સ્વાગત મીઠાઈની સાથે બીડી અને પાનથી કરે છે.’ એ પછી સાથે એમાં ડિસ્ક્લેમરમાં લખવામાં આવ્યું હતું, ‘સાઉથ ગુજરાતનાં કેટલાંક ગામમાં એક જૂની પરંપરા છે. દુલ્હાએ સ્મોકિંગ પણ નહોતું કર્યું. તેણે સિગારેટ સળગાવી પણ નહોતી. માત્ર રિવાજ માટે તેમણે એમ કર્યું હતું. એ માત્ર બે ઘડી ગમ્મત છે. ફક્ત હસો અને એને ઇગ્નોર કરો. એનાથી નારાજ થવાની જરૂર નથી. જે લોકો ઑલરેડી સ્મોકિંગ કરે છે તેઓ તો કરવાના જ છે. આ વિડિયો જોયા પછી સ્ટાર્ટ કરશે એવું કશું છે નહીં.’