14 May, 2023 11:19 AM IST | Finland | Gujarati Mid-day Correspondent
દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપ
ફિનલૅન્ડના મેયર ટર્કુ શિપયાર્ડમાં વિશ્વની સૌથી વિશાળ અને લાંબી ક્રૂઝ શિપ કમ્પ્લીટ થવાના આરે છે. આ શિપને ૧.૨ અબજ પાઉન્ડ (૧૨૨.૮૭ અબજ રૂપિયા)ના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે. શિપિંગલાઇન કંપની રૉયલ કૅરિબિયનની આઇકૉન ઑફ ધ સીઝ ૬ વર્ષથી તૈયાર કરવામાં આવી રહી છે.
એને માટે ૩૦૦૦થી વધુ વર્કર્સ કામ કરી રહ્યા છે અને ૧૨,૦૦૦ કિલોમીટરના ઑનબોર્ડ કેબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ શિપની જર્નીની શરૂઆત માયામીથી થશે. આઇકૉન ઑફ ધ સીઝમાં એકસાથે ૭૬૦૦ પૅસેન્જર્સ રહી શકશે અને એને અલ્ટિમેટ ફૅમિલી વેકેશન ગણાવવામાં આવી રહી છે, જેમાં ૪૦થી વધુ રેસ્ટોરાં અને બાર હશે.