09 June, 2024 09:11 AM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
કેદીઓ
ગરમીને કારણે ઍર-કન્ડિશનર અને ઍર-કૂલર્સની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. પ્રોડક્ટની આટલી મોટી માર્કેટ જોઈને ઉદયપુરની સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ રાજપાલ સિંહે જેલના કેદીઓ માટે એક અનોખો પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો છે. કેદીઓ જેલમાંથી છૂટીને સામાન્ય જીવન જીવવા જાય ત્યારે આજીવિકા રળી શકાય એવી કોઈ સ્કિલ તેમને જેલમાં જ શીખવવામાં આવે છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજપાલ સિંહે કેદીઓને ઍર-કૂલર્સ બનાવવાની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. મે મહિનામાં શરૂ થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત ઉદયપુરની જેલના કેદીઓએ ૫૦૦ ઍર-કૂલર્સ બનાવ્યાં છે અને હજી બનાવવાનું ચાલુ રાખશે. ૯૦ લીટરની કૅપેસિટી ધરાવતાં કૂલર્સ વેચીને જેલે સારીએવી કમાણી કરી લીધી છે અને હવે તો ઍડ્વાન્સ બુકિંગ પણ થઈ રહ્યું છે. કેદીઓને આત્મનિર્ભર કરવાનો આવો કીમિયો ભાગ્યે જ અજમાવાયો હશે.