20 December, 2024 09:47 AM IST | Sydney | Foram Shah
સારા સ્ટીવનસન
લોકો લાઇફમાં કેવી અજબ-ગજબ હરકતો કરતા હોય છે એનું ઉદાહરણ ઑસ્ટ્રેલિયાની એક ઇન્ફ્લુએન્સરે પૂરું પાડ્યું છે. સારા સ્ટીવનસન નામની આ લેડીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે એક બોટમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે છે અને તે પોતાનું બ્રેસ્ટમિલ્ક કાઢીને બધાને પીવા માટે ઑફર કરે છે એ જોઈ શકાય છે. સારાએ એક બૉટલમાં કાઢેલું બ્રેસ્ટમિલ્ક કેટલાક મિત્રોએ પીધું અને કેટલાકે ના પાડી દીધી. ના પાડનારા લોકોમાં સારાના પતિ અને તેના મોટા સંતાનનો પણ સમાવેશ હતો. સારાએ પોતે પણ પોતાનું બ્રેસ્ટમિલ્ક પીધું અને એને સ્વાદિષ્ટ ગણાવ્યું.