ચેનાબનો રેલવે-બ્રિજ મંત્રમુગ્ધ કરે છે

15 September, 2022 10:20 AM IST  |  Udhampur | Gujarati Mid-day Correspondent

૧૩૧૫ મીટરનો ચેનાબ પુલ એન્જિનિયરિંગ અજાયબી છે.

ચેનાબનો રેલવે-બ્રિજ

ભારતીય રેલવેએ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા ચેનાબ નદી પરના પુલના ફોટો શૅર કર્યા હતા. ૧૪ ઑગસ્ટે પુલનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું. કુલ ૨૭૨ કિલોમીટરના પ્રોજેક્ટ પૈકી ૧૬૧ કિલોમીટર પરનું કામ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કાનું કામ ૨૦૦૯માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જૂન ૨૦૧૩માં બનીહાલ-કાઝીગુંડ અને જુલાઈ ૨૦૧૪માં ઉધમપુર-કટરા માર્ગ શરૂ થયો હતો. ભારતીય રેલવે દ્વારા શૅર કરવામાં આવેલા ફોટોમાં વાદળોના સમુદ્ર પર નિર્માણાધીન ચેનાબ પુલની કમાન દેખાય છે. લોકોએ નિમાર્ણકાર્ય પૂર્ણ થતાં રેલવેને અભિનંદન આપ્યાં હતાં. ૧૩૧૫ મીટરનો ચેનાબ પુલ એન્જિનિયરિંગ અજાયબી છે. આ પુલ નદીના તટની સપાટીથી ૩૫૯ મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે-બ્રિજ છે. તે આઇફલ ટાવર કરતાં ૩૫ મીટર ઊંચો છે.

offbeat news national news jammu and kashmir indian railways srinagar udhampur