દારૂની બૉટલો નષ્ટ થઈ રહી હતી ત્યારે રસ્તે ઢોળાયેલો દારૂ ગમછાથી ગાળીને પીવા લાગ્યો

23 September, 2024 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક દારૂડિયાભાઈને મજા પડી ગઈ હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

દારૂનો નશો લોકોને કેટલો ગમે છે એનું ઉદાહરણ એક વિડિયોમાં જોવા મળે છે. ગેરકાનૂની રીતે થઈ રહેલા દારૂના વેચાણ માટે રસ્તા પર દારૂની બૉટલોનો ઢગલો કરીને એને અર્થમૂવરથી ક્રશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે એક દારૂડિયાભાઈને મજા પડી ગઈ હતી. રોડ પર દારૂનું ખાબોચિયું ભરાઈ જતાં આ ભાઈએ પોતાનો ગમછો કાઢીને એનાથી દારૂ ગાળીને રસ્તા પર જ મોં માંડી દીધું. જોકે પોલીસવાળો તેને જોઈ ગયો એટલે ત્યાંથી તેને હાંકી કાઢવામાં આવ્યો, પણ એ પછી આ ભાઈએ દારૂવાળો ગમછો નિચોવીને છાંટોપાણી પેટમાં પધરાવી દીધાં. મોટા ભાગના લોકોએ કમેન્ટમાં આ ભાઈની ધુલાઈ જ કરી હતી, પણ એક નમૂનાએ લખ્યું હતું, ‘પોલીસ દારૂ બરબાદ કરી રહી હતી, બંદાએ ગમછાથી ગાળીને પી લીધો. ગજબ ડેડિકેશન કહેવાય.’

social media viral videos offbeat news mumbai police national news