કેટલા દેશમાં વીઝા-ફ્રી એન્ટ્રી મેળવી શકે છે ભારતીયો?

25 July, 2024 12:53 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીયો હવે ૫૮ દેશોમાં વીઝા-ફ્રી એન્ટ્રી મેળવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો ક્રમ ૮૨મા ક્રમે છે. પહેલાં કરતાં ભારતનો પાસપોર્ટ વધુ સ્ટ્રૉન્ગ થઈ રહ્યો છે. ભારતીયો હવે ૫૮ દેશોમાં વીઝા-ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. યુનાઇટેડ કિંગડમની કંપની હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયાનો ક્રમ ૮૨મો છે. ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશનના ડેટા દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દુનિયાનો સૌથી પારવફુલ પાસપોર્ટ સિંગાપોરનો છે. સિંગાપોરનો પાસપોર્ટ જેની પાસે હોય એ દુનિયાના ૨૨૭ દેશમાંથી ૧૯૫ દેશમાં વીઝા-ફ્રી જઈ શકે છે. ફ્રાન્સ, જર્મની, ઇટલી, જપાન અને સ્પેન બીજા ક્રમે છે અને આ દેશના લોકો ૧૯૨ દેશમાં વીઝા-ફ્રી જઈ શકે છે. ઑસ્ટ્રિયા, ફિનલૅન્ડ, આયરલૅન્ડ, લક્ઝમ્બર્ગ, નેધરલૅન્ડ્સ, સાઉથ કોરિયા અને સ્વીડન ત્રીજા ક્રમે છે અને આ દેશના લોકો ૧૯૧ દેશમાં વીઝા-ફ્રી જઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ, બેલ્જિયમ, ડેન્માર્ક, ન્યુ ઝીલૅન્ડ, નૉર્વે અને સ્વિટ્ઝરલૅન્ડ ચોથા ક્રમે છે અને એ દેશના લોકો ૧૯૦ દેશમાં વીઝા-ફ્રી જઈ શકે છે. આ લિસ્ટમાં અમેરિકા આઠમા ક્રમે છે. અમેરિકાના લોકો ૧૮૬ દેશમાં વીઝા-ફ્રી જઈ શકે છે. આ રિપોર્ટના ટૉપ ટેન લિસ્ટમાં પહેલી વાર યુનાઇટેડ આરબ એમિરેટ્સની એન્ટ્રી થઈ છે અને એ દસમા ક્રમે છે. આ દેશના લોકો ૧૮૫ દેશમાં વીઝા-ફ્રી જઈ શકે છે.

offbeat news life masala national news india