ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યાં છે

17 May, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં ૨.૬ કરોડ બાળકો સ્કૂલ જતાં નથી

સૈયદ મુસ્તફા કમાલ

પાકિસ્તાનની સંસદમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P)ના નેતા સૈયદ મુસ્તફા કમાલે ભારતની પ્રશંસા કરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. પાકિસ્તાની સંસદસભ્યએ એવું કહ્યું કે ‘એક જ સ્ક્રીન પર એવા ન્યુઝ હોય છે કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું. એની બે સેકન્ડ બાદ એવા ન્યુઝ જોવા મળે છે કે કરાચીમાં બાળકનું ખુલ્લી ગટરને કારણે મૃત્યુ થયું.’
સૈયદ મુસ્તફા કમાલે પોતાના દેશમાં શિક્ષણની સ્થિતિ વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પાકિસ્તાનમાં ૨.૬ કરોડ બાળકો સ્કૂલ જતાં નથી. અશિક્ષિત બાળકો દેશનો સમગ્ર આર્થિક વિકાસ ભાંગી નાખશે.’ જોકે સૈયદ મુસ્તફા કમાલની સ્પીચ સાંભળીને એક યુઝરે કમેન્ટ કરી કે ‘કાયરો વચ્ચે માત્ર આ એક જ માણસ છે. પાકિસ્તાનને આવા ચહેરાની જરૂર છે.’

offbeat videos offbeat news social media pakistan