28 September, 2024 03:21 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વચેટિયાને ૧૦૦૦ રૂપિયા ન મળ્યા એટલે જાન પાછી વાળી
નાની-નાની વાતમાં એનું વતેસર થઈ જતાં વાર નથી લાગતી એ ઉત્તર પ્રદેશના હાપુડમાં બનેલી ઘટના પરથી ખબર પડે છે. હાપુડના પોપાઈ ગામમાં રહેતા શગીરની દીકરીના નિકાહ ગ્રેટર નોએડામાં નક્કી થયા હતા. બન્ને પક્ષને ભેગા કરવા અને નિકાહ નક્કી કરાવનાર વચેટિયાને ૧૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જાન આવી, નિકાહ થયા અને કન્યાવિદાયનો પ્રસંગ ચાલતો હતો, પણ વચેટિયાને નક્કી થયા પ્રમાણે ૧૦૦૦ રૂપિયા નહોતા મળ્યા એટલે તે ગુસ્સે ભરાયો અને છોકરાવાળાને જાન પાછી લઈ જવાનું દબાણ કર્યું. જોકે ગઢમુક્તેશ્વર પોલીસને વાતની ખબર પડી અને માંડવે પહોંચી ગઈ. પછી છોકરાના પરિવારને અટકાવ્યો અને બન્ને પક્ષે સમાધાન કરાવ્યું અને લગ્ન પણ કરાવ્યાં.