ફરીથી તાજમહલ લીલો પડી રહ્યો છે...

02 December, 2023 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરીથી ચમકદાર આરસના પથ્થર પર લીલાશ જામવા માંડી છે અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના  નિષ્ણાતો સફેદીની ચમક જેવા આરસ પર જામતી લીલને દૂર કરવાના નુસખા શોધી રહ્યા છે.

તાજ મહેલ

દુનિયાની ૭ અજાયબીઓમાંનો એક એવો તાજમહલ ફરી એની ચમક ગુમાવી રહ્યો છે. ફરીથી ચમકદાર આરસના પથ્થર પર લીલાશ જામવા માંડી છે અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના  નિષ્ણાતો સફેદીની ચમક જેવા આરસ પર જામતી લીલને દૂર કરવાના નુસખા શોધી રહ્યા છે. નિષ્ણાતોએ ગોલ્ડી ચિરોનોમસ નામના ઇન્સેક્ટસ શોધી કાઢ્યાં છે જે માર્બલની સરફેસ પર લીલી ચરક છોડી રહ્યાં છે. પહેલી વાર ૨૦૧૫માં આ જીવાતને આઇડેન્ટિફાય કરવામાં આવી હતી જેનાથી માર્બલ પર ડાર્ક બ્રાઉન કે ગ્રીન ડાઘા પડે છે. દર વખતે આ ડાઘ દૂર કરવાના કામચલાઉ રસ્તા વાપરવામાં આવ્યા છે. તાજના માર્બલને મુલતાની માટીના પૅક લગાવીને સાફ કરવામાં આવે તો ડાઘ નીકળી જાય છે, પરંતુ દર ૬ મહિને ફરીથી એ જ સમસ્યા ઊભી થાય છે. ૨૦૨૦માં આવું નહોતું જોવા મળ્યું, કેમ કે એ વખતે આગરામાં પૉલ્યુશનનું પ્રમાણ ખૂબ ઓછું હતું. યમુના નદીના પ્રદૂષણને પણ તાજમહલની ખૂબસૂરતીમાં વિઘ્ન માનવામાં આવી રહ્યું છે. એએસઆઇના નિષ્ણાત રાજકુમાર પટેલનું કહેવું છે કે જીવાતની લીંડીઓને ડિસ્ટિલ વૉટરથી સાફ કરીને ચોખ્ખા કપડાથી ઘસીને સાફ કરવાથી ડાઘ નીકળી શકે છે.

agra taj mahal offbeat news national news