બટન દબાવતાં જ અશક્ત, દિવ્યાંગજનોને વગર પ્રયાસે સ્ટૅન્ડ-અપ કરી દેતી વ્હીલચૅર

14 April, 2024 02:28 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

IITના નિષ્ણાતોનું કહેવું છે કે નિયોસ્ટૅન્ડને કારણે લાંબો સમય બેસી રહેવાથી થતા હેલ્થના પ્રૉબ્લેમ્સ દૂર થશે

વ્હીલચૅર

ઇન્ડિયન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (IIT) મદ્રાસના નિષ્ણાતોએ બીમારી કે શારીરિક અશક્તિને કારણે વ્હીલચૅરનો ઉપયોગ કરતા લોકોને ઊભા થવામાં મદદ કરતી વ્હીલચૅર બનાવી છે. નિયોસ્ટૅન્ડ નામની આ વ્હીલચૅરને હાલમાં જ ચેન્નઈમાં એક ઇવેન્ટ દરમ્યાન દર્શાવવામાં આવી હતી. આ વ્હીલચૅરમાં ખાસ પ્રકારની મોટર ફિટ કરવામાં આવી છે જેને કારણે માત્ર એક બટન દબાવવાથી વ્હીલચૅર સ્ટૅન્ડિંગ પોઝિશનમાં આવી જશે અને એમાં બેસનાર વ્યક્તિ પણ કોઈ પણ શારીરિક પ્રયત્ન વિના ઊભી થઈ જશે અને પાછું બટન દબાવતાં જ વ્હીલચૅર મૂળ પોઝિશનમાં આવી જશે. IITના નિષ્ણાતોનું કહેવું છે કે નિયોસ્ટૅન્ડને કારણે લાંબો સમય બેસી રહેવાથી થતા હેલ્થના પ્રૉબ્લેમ્સ દૂર થશે. IIT મદ્રાસ સાથે મળીને નિયોમોશન નામની સ્ટાર્ટઅપ કંપની આ વ્હીલચૅરને માર્કેટમાં મૂકશે. જોકે એની કિંમત કેટલી રાખવી એ હજી નક્કી કરવામાં આવ્યું નથી.  

offbeat news national news