30 October, 2024 05:55 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
બિરયાનીમાંથી દેડકો નીકળ્યો
અત્યાર સુધી ખાવાની પ્લેટમાં વંદા, ગરોળી, કાનખજૂરા સહિતનું જાતજાતનું નીકળ્યું છે અને હવે હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીની મેસમાં બિરયાનીમાંથી દેડકો નીકળ્યો છે. ગાચીબોવલીના કદંબા મેસમાં ૧૭ તારીખે વિદ્યાર્થી રામ મનોહરે બિરયાની મગાવી હતી. તેના ટેબલ પર પ્લેટ આવી ત્યારે એમાં દેડકો હતો અને એ પણ બિરયાની સાથે રંધાઈ ગયો હતો. એટલે બિરયાની બનાવતી વખતે જ દેડકો કૂદીને એમાં આવી ગયો હશે એવું અનુમાન લોકોએ લગાવ્યું છે અને મેસમાં ખાદ્ય સુરક્ષા પ્રત્યે સહેજ પણ ધ્યાન અપાતું નથી એવી ચર્ચા શરૂ થઈ છે. વિદ્યાર્થીએ દેડકાવાળી બિરયાનીનો ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને મેસની બેદરકારી છતી કરી હતી. છાશવારે બનતા રહેતી આવી ઘટનાઓને કારણે સવાલ એ થાય છે કે ખાવાની પ્લેટમાં ફક્ત ખાવાનું ક્યારે મળશે?