ભોજનની થાળીમાં શું હોવું જોઈએ અને શું નહીં?

11 May, 2024 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુગર-સૉલ્ટનું પ્રમાણ બને એટલું ઓછું રાખો, પ્રોટીન પાઉડર બંધ કરો, એનાથી કિડનીને નુકસાન થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

ખાણીપીણીમાં શું ધ્યાન રાખવું જોઈએ એને લઈને પહેલી વાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ હૈદરાબાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) સાથે મળીને ગાઇડલાઇન બહાર પાડી છે. આ ગાઇડલાઇનમાં બૉડી બનાવવા માટે પ્રોટીન પાઉડરનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ મીઠું અને ખાંડનો વપરાશ પણ શક્ય એટલો ઓછો કરવાની તાકીદ કરવામાં આવી છે. પૅક્ડ ફૂડ પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલ્સ વાંચવાનું સૂચન પણ ગાઇડલાઇનમાં કરવામાં આવ્યું છે. નિષ્ણાતોની પૅનલે સંખ્યાબંધ સાયન્ટિફિક રિવ્યુઝ અને વિવિધ અભ્યાસના આધારે આ ગાઇડલાઇન બનાવી છે.

ICMRની ન્યુટ્રિશન ગાઇડલાઇનની મહત્ત્વની બાબતો

લાંબો સમય વધુ પ્રમાણમાં પ્રોટીન પાઉડર લેવાથી હાડકાં મિનરલ્સ ગુમાવે છે અને કિડનીને પણ નુકસાન થાય છે.
બૅલૅન્સ્ડ ડાયટમાં અનાજ અને દેશી ધાનમાંથી મળતી કૅલરી ૪૫ ટકાથી વધુ તથા કઠોળ અને મીટમાંથી ૧૫ ટકાથી વધારે ન હોવી જોઈએ. બાકીની કૅલરી ડ્રાયફ્રૂટ્સ, શાકભાજી, ફળો અને દૂધમાંથી મેળવવી જોઈએ. 
ભોજનમાં ફૅટનું પ્રમાણ ૩૦ ટકાથી વધારે ન હોવું જોઈએ.
કઠોળ અને મીટ મોંઘાં હોવાથી ભારતની મોટા ભાગની વસ્તી અનાજ પર નિર્ભર રહે છે જેને કારણે આપણા લોકો અમીનો ઍસિડ અને ફૅટી ઍસિડ જેવાં માઇક્રોન્યુટ્રિશન્સ પૂરતા પ્રમાણમાં મેળવતા નથી જેનાથી લાંબા ગાળે શરીર નબળું પડે છે.
ભારતમાં ૫૬.૪ ટકા બીમારીઓ અનહેલ્ધી ડાયટને કારણે થાય છે.
હેલ્ધી ડાયટ અને પૂરતા પ્રમાણમાં ફિઝિકલ ઍક્ટિવિટીથી હાર્ટની બીમારીઓ, હાઇપરટેન્શન તથા ટાઇપ-ટૂ ડાયાબિટીઝનું જોખમ ૮૦ ટકા સુધી ટાળી શકાય છે.
દરરોજ ૧૦૦ ગ્રામ ફળો, ૪૦૦ ગ્રામ શાકભાજી, ૮૫ ગ્રામ દૂધ અથવા દહીં જરૂરી.
પુખ્ત વયના લોકોનું રોજનું ભોજન સરેરાશ ૧૨૦૦ ગ્રામ હોવું જોઈએ. 
 ૫૬ ટકા બીમારીઓ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેવાં કે નૂડલ્સ, ચિપ્સ અને આઇસક્રીમને કારણે થાય છે.

offbeat news hyderabad national news india