ગ્રામજનોએ ગુફામાં બનાવ્યું આખેઆખું બરફથી બનેલું આઇસ કૅફે

19 January, 2025 02:27 PM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

કૅફેની દીવાલો પણ બરફની બની છે અને એમાં આપેલી લાઇટિંગ-ઇફેક્ટને કારણે કૅફે એકદમ મૅજિકલ અને હૅ‌પનિંગ લાગે છે.

બરફથી બનેલું આઇસ કૅફે

હિમાચલના પ્રખ્યાત સ્થળ સ્પીતિ વૅલીના કાઝા પાસે આવેલા લિંગટી ગામના રહેવાસીઓએ ગુફાની અંદર એક કૅફે બનાવ્યું છે. આ કૅફે આખેઆખું બરફથી બન્યું છે. અહીં એટલી ઠંડી છે કે ગુફાની છત પર ટપકતું પાણી થીજી જાય અને એ બરફના ગોળા બની જાય છે. આ કૅફેની દીવાલો પણ બરફની બની છે અને એમાં આપેલી લાઇટિંગ-ઇફેક્ટને કારણે કૅફે એકદમ મૅજિકલ અને હૅ‌પનિંગ લાગે છે.

ગામના રહેવાસીઓ દ્વારા આ કૅફે બનાવવામાં આવ્યું છે અને માત્ર ૩૦ રૂપિયાની એન્ટ્રી-ફી લઈને તમે આ ઠંડાગાર પણ આરામદાયક કૅફેમાં મૅગી, કૉફી અને બેઝિક સ્નૅક્સની મજા માણી શકો છો.

ગુફાની છત પર લટકતા બરફના આઇસિસ્લ્સ એવા ને એવા રહે એ માટે ત્યાંના લોકો રોજ રાતે એના પર પાણી છાંટે છે.

himachal pradesh national news news offbeat news social media