‘મને લાખો સ્ત્રીઓ જોઈએ છે...’ આવી ઇચ્છા રાખનાર વ્યક્તિને શું જવાબ આપ્યો વૃન્દાવનના પ્રેમાનંદ મહારાજે

11 July, 2024 10:46 AM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

વૃન્દાવનના પ્રેમાનંદ મહારાજ દેશ-વિદેશમાં જાણીતા છે.

વૃન્દાવનના પ્રેમાનંદ મહારાજ

વૃન્દાવનના પ્રેમાનંદ મહારાજ દેશ-વિદેશમાં જાણીતા છે. તેમનાં પ્રવચનો સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ વાઇરલ થાય છે. હાલમાં જ એવો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં તેમની મુલાકાત લેનાર એક વ્યક્તિએ ખૂબ જ વિચિત્ર ઇચ્છા પ્રકટ કરી હતી. આ વ્યક્તિએ સવાલ કર્યો હતો કે ‘હું રોજ સવા કલાક ભગવાનનો જાપ કરું છું. તમારો સત્સંગ પણ સાંભળું છું. એ ઇચ્છાથી કે મારું દિવ્ય લોકમાં ચક્રવર્તી સમ્રાટ જેવું જીવન હશે જ્યાં મારી હજારો-લાખો રાણીઓ હશે. શું ભગવાનના જાપથી આ સંભવ છે?’

આ સવાલ સાંભળીને પ્રેમાનંદ મહારજ ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે એ વ્યક્તિને કહ્યું હતું કે ‘ધન્યવાદ તમારો, કારણ કે તમે મારા પ્રભુ સાથે કોઈ રીતે તો જોડાયા છો. તમે ભોગ, વિલાસ પ્રભુ પાસે માગો છે એ માટે ધન્યવાદ કહું છું. એથી એ ખુશીની વાત છે. દુઃખની વાત એ છે કે આ જે માગ્યું એ બધું માયા છે. ભગવાન માટે ક્યાં મોટી વાત છે તમારી આ ઇચ્છા પૂરી કરવામાં. બ્રહ્માંડની અનંત સુંદરીઓનું સર્જન પણ તો તેમણે જ કર્યું છે.’

offbeat news national news vrindavan life masala