સ્પષ્ટ સૂચના: આ ટૅક્સી છે, આમાં દૂર-દૂર બેસવું અને રોમૅન્સ કરવો નહીં

23 October, 2024 02:26 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ઘણા લોકો ઘણી વાર ટૅક્સીમાં અંગત-એકાંતની પળો માણી લે છે. લોકોની આવી ટેવથી હૈદરાબાદનો એક ટૅક્સી-ડ્રાઇવર એટલો કંટાળી ગયો કે તેણે ટૅક્સીમાં પોતાની સીટની પાછળ ‘ચેતવણી’નું પાટિયું મારી દીધું છે

વાયરલ થયેલી સૂચના

ઘણા લોકો ઘણી વાર ટૅક્સીમાં અંગત-એકાંતની પળો માણી લે છે. લોકોની આવી ટેવથી હૈદરાબાદનો એક ટૅક્સી-ડ્રાઇવર એટલો કંટાળી ગયો કે તેણે ટૅક્સીમાં પોતાની સીટની પાછળ ‘ચેતવણી’નું પાટિયું મારી દીધું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, ‘ચેતવણી: અહીં રોમૅન્સ કરવો નહીં. આ ટૅક્સી છે. તમારી અંગત જગ્યા કે ઓયો નથી. કૃપા કરીને અંતર જાળવી રાખો અને શાંતિથી બેસો.’ એક પ્રવાસીએ આ સૂચના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે અને એ બહુ વાઇરલ થઈ છે.

hyderabad national news viral videos social media news offbeat news