કૂતરું ભગાડવા જતાં યુવાન ત્રીજા માળેથી પડ્યો અને મૃત્યુ પામ્યો

23 October, 2024 02:29 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

મોત કોને ક્યાં પોકારતું હોય એ કોઈ જાણતું નથી. હૈદરાબાદની હોટેલમાં અકસ્માત્ મૃત્યુની આવી એક વિચિત્ર ઘટના બની છે. જ્યોતિનગરનો બાવીસ વર્ષનો ઉદયકુમાર ૨૧મીએ રાતે મિત્રો સાથે ચંદનગરની હોટેલમાં બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મોત કોને ક્યાં પોકારતું હોય એ કોઈ જાણતું નથી. હૈદરાબાદની હોટેલમાં અકસ્માત્ મૃત્યુની આવી એક વિચિત્ર ઘટના બની છે. જ્યોતિનગરનો બાવીસ વર્ષનો ઉદયકુમાર ૨૧મીએ રાતે મિત્રો સાથે ચંદનગરની હોટેલમાં બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો. ત્રીજા માળે પાર્ટી ચાલતી હતી ત્યારે ઉદય લૉબીમાં ગયો હતો. ત્યાં એક રખડતું કૂતરું આવેલું જોઈને તેણે કૂતરું ભગાડવાનો પ્રયત્ન કર્યો. એ પછી કૂતરાને ભગાડવા માટે તે પાછળ દોડ્યો અને લૉબીની એક ખુલ્લી બારીમાંથી નીચે પટકાયો. બહુ ગંભીર રીતે વાગ્યું હતું એટલે મિત્રો તેને હૉસ્પિટલ લઈ ગયા હતા પણ ત્યાં ઉદયનું મૃત્યુ થયું હતું. આખી ઘટના હોટેલની લૉબીમાં લગાડેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

hyderabad national news social media new offbeat news