અમેરિકાની હૉસ્પિટલમાં ઘૂસ્યું સાબર

11 April, 2023 11:49 AM IST  |  Juneau | Gujarati Mid-day Correspondent

પ્રોવિડન્સ અલાસ્કાએ ફેસબુક પર આ વિડિયો શૅર કર્યો છે

અમેરિકાની હૉસ્પિટલમાં ઘૂસ્યું સાબર

અમેરિકાના અલાસ્કા શહેરના ઍન્કરેજમાં હૉસ્પિટલની લૉબીમાં ઘૂસી ગયેલા સાબરે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હૉસ્પિટલના ઑટોમૅટિક સ્લાઇડિંગ ડોરમાંથી અંદર સરકી આવેલું આ સાબર લૉબીમાં મૂકેલા તમામ છોડવા ખાવા માંડ્યું હતું. 

પ્રોવિડન્સ અલાસ્કાએ ફેસબુક પર આ વિડિયો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે, ‘હૉસ્પિટલમાંથી મને બહાર કાઢવા માટે સલામત અંતર રાખીને કાઢવા બદલ અમે અમારા  સિક્યૉરિટી વિભાગની સરાહના કરીએ છીએ.’  ફેસબુક પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સિક્યૉરિટી ગાર્ડની ટુકડી અને કેટલાક પેશન્ટ માનવ-દીવાલ બનાવીને હરણને બહાર જવાના રસ્તા તરફ વાળે છે. દરમ્યાન સાબર પણ શાંત રહીને તેમણે બતાવેલા રસ્તા તરફ વળી જાય છે. લગભગ ૧૫ મિનિટની જહેમત પછી સિક્યૉરિટી ટીમ સાબરને હૉસ્પિટલની બહાર કાઢવામાં સફળ થાય છે. 

wildlife international news viral videos united states of america