પ્લેટફૉર્મ અને ટ્રેન વચ્ચે શખ્સનો ફસાયો પગ, લોકોએ પલટાવી દીધી ટ્રેન

10 June, 2024 07:14 PM IST  |  Australia | Gujarati Mid-day Online Correspondent

શખ્સ પોતાના પગને કાઢવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પણ તેને સફળતા નથી મળથી. ત્યાર બાદ પ્લેટફૉર્મ પર હાજર અન્ય પ્રવાસીઓ તેની આસપાસ એકઠા થવા માંડે છે અને પછી...

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ

શખ્સ પોતાના પગને કાઢવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પણ તેને સફળતા નથી મળથી. ત્યાર બાદ પ્લેટફૉર્મ પર હાજર અન્ય પ્રવાસીઓ તેની આસપાસ એકઠા થવા માંડે છે અને પછી...

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર આવા અનેક વીડિયો જોયા હશે, જેમાં રેલવે સ્ટેશન પર બેદરકારીને કારણે પ્રવાસીઓ ક્ષણવારમાં પોતાનો જીવ ગમાવી દે છે, પણ આજે તમને જે વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છે આ ઘટના થોડી જૂદી છે. રેલવે સ્ટેશનનો આ યૂનિક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતે, એક શખ્સનો પગ પ્લેટફૉર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જાય છે. તે શખ્સ પોતાના પગને કાઢવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પણ તેને સફળતા મળતી નથી. ત્યાર બાદ પ્લેટફૉર્મ પર હાજર અન્ય પ્રવાસીઓ તેની આસપાસ એકઠા થવા માંડે છે. ત્યાર બાદ જે થાય છે તેને જોઈને તમે પણ દંગ રહી જશો અને સાથે જ તમારા ચગેરા પર એક સામાન્ય અને સુખદ સ્માઈલ પણ આવી જશે.

લોકોએ આડી કરી ટ્રેન
વીડિયો જોઈને તમને જેટલો આશ્ચર્ય થશે, તેનાથી ઘણી વધારે ખુશી પણ થશે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં જતા એક શખ્સનો પગ પ્લેટફૉર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જાય છે. ખૂબ જ મહેનત કર્યા છતાં તે પોતાનો પગ કાઢી શકતો નથી. આને જોઈ નજીક ઊભેલ એક વ્યક્તિ અન્ય પ્રવાસીઓને મદદ માટે ઈશારાથી બોલાવે છે. થોડીક વારમાં જોત-જોતાં સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ તે શખ્સની મદદ કરવા માટે એકઠાં થઈ જાય છે. બધા મળીને ટ્રેનને આડી કરી દે છે, જેના પછી તે શખ્સ પોતાના ફસાયેલા પગને બહાર કાઢી શકે છે. વીડિયો ઑસ્ટ્રેલિયાના પર્થનો કહેવામાં આવી રહ્યો છે.

અહીં જુઓ વીડિયો

`સંગઠનમાં શક્તિ છે`
`સચ કડવા હૈ` નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી રેલવે સ્ટેશનનો આ યૂનિક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. વીડિયોને જોયા બાદ યૂઝર્સ આ યૂનિક ઘટનાક્રમના વખાણ કરતાં પોતાને અટકાવી શકતા નથી. કોઈ યૂઝર વીડિયો પર હ્રદયસ્પર્શી કોમેન્ટ કરી રહ્યા છે, તો કોઈ અહીં પણ આનંદ માણી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "સંગઠનમાં શક્તિ છે." તો બીજા યૂઝરે લખ્યું, "આ જ તો જેને માટે આપણે બધા જીવી રહ્યા છીએ. પ્રેમ અને સન્માન. જ્યારે આપણે એકબીજાને પોતીકાની જેમ જોવા માંડીએ છીએ તો જીવન ખૂબ જ સુંદર થઈ જાય છે." એક અન્ય યૂઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે, "આવું જો ભારતમાં થયું હોત તો લોકો ફોન કાઢીને વીડિયો બનાવવામાં લાગી ગયા હોત."

offbeat news train accident australia international news world news