27 August, 2023 09:28 AM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
ઇનોવેટિવ ઇન્ક
હૉન્ગકૉન્ગના કન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં અત્યારે ચારે બાજુ ટૅટૂ આર્ટિસ્ટ્સ અને ટૅટૂ કરાવી રહેલા લોકો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં અહીં શુક્રવારથી ત્રણ દિવસના હૉન્ગકૉન્ગ ચીન ઇન્ટરનૅશનલ ટૅટૂ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. એની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી. ૨૦૧૯માં વિરોધ-પ્રદર્શન અને એ પછી કોરોનાની મહામારીને કારણે ચાર વર્ષના બ્રેક બાદ આ સિટીમાં આ ટૅટૂ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. દુનિયાભરમાંથી ૧૬૦થી વધારે આર્ટિસ્ટ્સ લોકોના શરીર પર ઇન્ટરેસ્ટિંગ ટૅટૂ કરી રહ્યા છે.