08 May, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી હાઈ કોર્ટે એક વ્યક્તિને પોતાની અરજીમાં હનુમાનજીને સહ-વાદી બનાવવા બદલ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અરજી હનુમાનજીનું મંદિર ધરાવતા પ્લૉટ પર કબજો
કરવાના મામલે કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મિલકત પર સાર્વજનિક મંદિર હોવાથી જમીન ભગવાન હનુમાનની છે અને અરજીકર્તા હનુમાનના નજીકના મિત્ર અને ઉપાસક તરીકે હાજર છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે અરજીકર્તાએ જમીન પર કબજો ધરાવતા વ્યક્તિ સાથે સાઠગાંઠ કરી છે જેથી અન્ય પક્ષને ફરીથી કબજો ન મળી શકે. ન્યાયાધીશે એવી ટિપ્પણી પણ કરી હતી કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ ભગવાન જ મારી સામે વાદી બનશે.