14 July, 2020 01:25 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર
મધ્યપ્રદેશનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. આ વીડિયો મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લાના એક તળાવનો છે. જ્યાં દુર્લભ જાતિના સેંકડો દેડકા બહાર આવી રહ્યા છે. આ પીળા દેડકા જોઈને સહુ કોઈ ચોંકી ગયા છે પણ તેની હકીકત જાણી ને તમને પણ નવાઈ લાગશે.
ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઈએફએસ) અધિકારી પ્રવિણ સાવને વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પ્રવિણ કાસવાને લખ્યું છે કે, શું તમે પીળા દેડકાં જોયા છે? મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં જોવા મળેલા આ પીળા દેડકા બુલ ફ્રોગ કહેવાય છે. તેઓ ચોમાસામાં મહિલાઓને આકર્ષવા રંગ બદલે છે.
મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના આમગાવ બારામાં વરસાદ પડતાની સાથે જ દુર્લભ જાતિના પીળા દેડકાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઘેરા પીળા રંગનાં દેડકાને જોઇને સામાન્ય લોકો ઝેરી હોવાની દહેશત અનુભવતા હતા અને લોકો તેમના ડરથી ભાગવા લાગ્યા હતા. તેમને મારવાની કોશિશ પણ કરવામાં આવી હતી. લોકો આ દુર્લભ દેડકાઓને જોઈને આશ્ચર્યચકિત થયા હતા અને તે ઝેરી હોવાની સંભાવનાને લીધે ડરી ગયા હતા.જેના કારણે લોકોએ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જાણકારીનાં અભાવને લીધે લોકો આ દુર્લભ પ્રજાતિના દેડકાંને ઝેરી ગણે છે.
પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, આ દુર્લભ પ્રજાતિ ભારતમાં જોવા મળતાં ઈન્ડિય બુલ ફ્રોગ છે. જે પ્રજનન દરમિયાન તેના રંગને ઘાટો પીળો કરી દે છે. તેને કારણે લોકો તેમને ઝેરી માને છે. પરંતુ કહીકતમાં આ દેડકાં ઝેરી નથી.
પર્યાવરણવિદ આલોક તિવારીએ જણાવ્યું હતું કે, દુર્લભ પ્રજાતિના આ ઈન્ડિય બુલ ફ્રોગ ખેડૂતો માટે પણ ફાયદાકારક છે અને તે પર્યાવરણમિત્ર પણ છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણે આ જાતિને બચાવવાની જરૂર છે. જાણકારીના અભાવ અને અજ્ઞાનતાને કારણે લોકો પ્રકૃતિના આવા મિત્રોને નુકસાન પહોંચાડવા લાગે છે. જે પ્રકૃતિ માટે અને આપણા માટે ફાયદાકારક છે. આપણે ઈન્ડિય બુલ ફ્રોગ જેવા દુર્લભ જીવોથી ડરવાની જરૂર નથી, પરંતુ લોકો સુધી તેના ફાયદા અને માહિતી ફેલાવવાની જરૂર છે.