16 March, 2023 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિલ્વર બુલેટ બાઇક
ઑટોમોબાઇલ કંપની બૅન્ડિટ9એ એની કમાલની મોટરસાઇકલ રજૂ કરી છે જેની ડિઝાઇન સિલ્વર બુલેટ જેવી છે. આ કંપની સાયન્સ ફિક્શનથી ઇન્સ્પાયર્ડ બાઇક્સ બનાવે છે. ખાસ વાત એ છે કે નાસા એના સ્પેસક્રાફ્ટ માટે જે ગ્રેડના ઍલ્યુમિનિયમ મટીરિયલનો ઉપયોગ કરે છે એ જ મટીરિયલનો ઉપયોગ કરીને આ ઈવ ઓડેસી મોટરસાઇકલનો દરેક મેઇન પાર્ટ બનાવાયો છે. આ બાઇક આ વર્ષે માર્કેટમાં આવશે. આ બાઇકનું એન્જિન ૧૨૫ સીસીનું છે. એની મૅક્સિમમ સ્પીડ ૬૫ માઇલ પ્રતિ કલાક છે. આ બાઇક કંપની ઈવ ઓડેસીનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ ટૂંક સમયમાં લાવશે.