તમે ક્યારેય કૅલેરી ચાર્ટવાળું ઝાડુ જોયું છે?

06 August, 2023 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કૅલરી-ચાર્ટમાં કૅલરી, ફૅટ અને કૉલેસ્ટરોલથી લઈને પ્રોટીન સહિત આ ઝાડુની ન્યુટ્રિશન વૅલ્યુ જણાવવામાં આવી છે.

તમે ક્યારેય કૅલેરી ચાર્ટવાળું ઝાડુ જોયું છે?

ઝાડુ સાફસફાઈ કરવા માટે ઘરમાં ખૂબ જરૂરી સાધન છે. જે હવે જુદા-જુદા શેપ અને સાઇઝમાં આવે છે, પરંતુ તમે ક્યારેય એવું ઝાડુ જોયું છે કે જેના કવર પર કૅલેરી-ચાર્ટ હોય? એક ઝાડુની બ્રૅન્ડ દ્વારા વિચિત્ર પ્રિન્ટિંગ-ભૂલ થઈ ગઈ છે. આ ઝાડુના કવર પર કૅલરી-ચાર્ટ જોવા મળે છે. જેનો ફોટો ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટો કોઈ જનરલ સ્ટોરની બહાર મૂકવામાં આવેલા ઝાડુનો હોય એમ જણાય છે.

આ કૅલરી-ચાર્ટમાં કૅલરી, ફૅટ અને કૉલેસ્ટરોલથી લઈને પ્રોટીન સહિત આ ઝાડુની ન્યુટ્રિશન વૅલ્યુ જણાવવામાં આવી છે.

આ ફોટોગ્રાફ માટે ટ્વિટર પર ખૂબ મોટી સંખ્યામાં કમેન્ટ્સ આવી છે. અનેક જણે મજાકમાં લખ્યું હતું કે ઝાડુ પ્યૉર ફાઇબરનું બનેલું હોય છે. અન્ય એક યુઝરે લખ્યું કે ‘મહિલાઓ ગુસ્સામાં તેમના હસબન્ડને ઝાડુ ખવડાવતી હોય છે એટલા માટે કૅલરી-ચાર્ટ છે.’

બીજા એક યુઝરે લખ્યું કે ૩૦ મિનિટ સુધી આ ઝાડુનો ઉપયોગ કરનારની ૩૦૦ કૅલરી બર્ન થશે.’

offbeat news