02 May, 2024 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧ મેએ ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક રજૂ કરવામાં આવી હતી. રેલવે આ વર્ષે જુલાઈમાં વંદે ભારત મેટ્રોની ટ્રાયલ રન શરૂ કરશે. પંજાબના કપૂરથલાની રેલ કોચ ફૅક્ટરીએ વંદે ભારત મેટ્રોના શરૂઆતના કોચ બનાવ્યા છે. રેલવે વિભાગે જણાવ્યું હતું કે શરૂઆતમાં આવી ૫૦ ટ્રેન તૈયાર થશે અને ધીમે-ધીમે એની સંખ્યા ૪૦૦ સુધી પહોંચશે. વંદે ભારત મેટ્રો ૧૦૦ કિલોમીટરથી ૨૫૦ કિલોમીટરના રૂટ પર દોડશે. મેટ્રો ટ્રેનમાં ડિફૉલ્ટ ૧૨ કોચ છે, પણ એની સંખ્યા ૧૬ સુધી વધી શકે છે.